Shastriji

Wednesday, 10 February 2021

શનિ મહારાજની કૃપા કઈ રીતે થાય

સ્મશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્નિ વિયોગ સહન ના કરી શક્યા અને  પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને  મૂકીને સળગતી ચિતામાં  બેસીને સતી થઈ ગયા  પીપળાના ઝાડ નીચે ભુખથી રડતુ બાળક પીપળાના નીચે પડેલા  પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યુ અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો,એક દિવસ  દેવર્ષિ નારદ ત્યાથી નીકળ્યાં  ને બાળકને પૂછ્યું કે તું કોણ છો?  બાળક કહે એ જ તો હું જાણવા માંગુ છું. 
નારદજી:  તારા માતા પિતા કોણ છે?
બાળક કહે એ પણ ખબર નથી  તમે મને કૃપા કરી ને બતાવો  ત્યારે નારદજી એ ધ્યાન ધરીને  કહ્યું કે બાળક તું મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છો, તારા પિતાની અસ્થિમાંથી જ વજ્ર  બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો તારા પિતાનુ 31 વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું હતું,
બાળક :  મારા પિતાના મૃત્યુનું કારણ શું હતુ? 
નારદજી:  તારા પિતા પર શનિદેવની મહાદશા હતી,  જે પણ કંઈ તારી સાથે થયુ તે શનિદેવની મહાદશાને કારણે થયું. નારદજીએ બાળકનું નામ  પીપ્લાદ રાખીને જતા રહ્યા. પીપ્લાદે નારદજીના કહેવા પ્રમાણે  બ્રહ્માજીનું ઘોર તપ કર્યુ બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યુ. પિપ્લાદે પોતાની દ્રષ્ટિથી કોઈપણ ને ભસ્મીભુત કરવાની શક્તિ માંગી.
હવે વરદાન મળ્યા પછી તરત પિપ્લાદે શનિદેવનું આહ્વાન  કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યુ.
બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો. સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી  પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ  સમજાવ્યો ને બીજા બે વરદાન માંગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા.  
અને પહેલુ વરદાન માગ્યું કે કોઈપણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ  જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાય.
બીજુ મને પીપળાના ઝાડે જ  મોટો કર્યો છે એટલે જે કોઈ સુર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાવશે તેને શનિની મહાદશાની અસર નહી થાય.  બહ્માજીએ  તથાસ્તુ કહ્યું. 

પિપ્લાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા  ત્યારથી  શનિદેવ ની ચાલ ધીમી થઈ ને 
" શનૈ: ચરતિ ય:  શનૈશ્વર: " જે ધીમે ચાલે છે તે  શનેશ્વર કહેવાણા અને આગને લીધે  તેમનું શરીર કાળુ થઈ ગયુ,  શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પુજાનો ધાર્મિક હેતુ આ છે. આગળ જઈ ને પિપ્લાદે  પ્રશ્ન ઉપનિષદની  રચના કરી  જે આજે પણ જ્ઞાનનો ભંડાર  મનાય છે, પીપળો 24 કલાક ઓક્સિજન, પ્રાણવાયુ  કાઢે છે ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવુ કહ્યું છે અને આપણે પીપળાને ભૂતની સાથે જોડી દીધો.

ચિરાગ મહારાજ

No comments:

Post a Comment